માથાનો દુખાવો કારણો/ માથાનો દુખાવો ઉપચાર/ માથાનો દુખાવો ઘરગથ્થુ ઉપચાર
નાનકડી પણ ભયંકર સમસ્યા હોય તો તે છે માથાનો દુ:ખાવો. કોઇ એવુ ન હોય જેને આ સમસ્યા કયારેય ન સતાવતી હોય. અમુકને તો કાયમીની સમસ્યા હોય છે. પરેશાન કરી મુકે એવી સમસ્યા હોય તો આ છે માથાનો દુ:ખાવો (શિરશુળ)
આજની ફાસ્ટ લાઇફમાં રોકાવા માટે કોઇને સમય નથી પછી તે ગમે તે વયના હોય. બાળક હોય તો તેને અભ્યાસનુ ટેન્શન, ગૃહિણીને ઘર સાચવાનુ અને ઘરના સભ્યોનો સમય સાચવાનો, નોકરિયાત કોમ્પિટિશનમાં નોકરી કરવી અને ટકાવી
રાખવી. અરે આજકાલ વુધ્ધો પણ ફ્રી નથી. તેમણે પર ઘરના સભ્યો નોકરી ધંધા કરતા હોય તો બાળકો સાચવવા અને ઘરમાં મદદરૂપ થવુ પડે છે. તેમાં માથાનો દુ:ખાવો ખરેખર માથાનો દુ:ખાવો બની જાય છે. ઋતુ ભેદ રાખ્યા વિનાની આ બિમારી કોઇ પણ ઋતુમાં સતાવે છે. તો ચાલો આજે આ નાનકડી પણ મોટી ઉપાધી સમાન બિમારી વિશે થોડુ જાણીએ.
માથાનો દુખાવો કારણો
આયુર્વેદ મુજબ કોઇ પણ બિમારીના મુળભુત કારણમાં કફ, પિત્ત અને વાયુ જ રહેલા હોય છે. તેના અનબેલેંસથી ગમે તે બિમારી ઉદભવે છે તથા વકરે છે. કફ, પિત્ત કે વાયુના વધારા કે ઘટાડાથી આ સમસ્યા સતાવે છે. તેના સિવાય માથા પર કોઇ ઘા લાગ્યો હોય તો પણ શિરશુળની સમસ્યા રહે છે.
મગજમાં લોહી ઓછુ મળતુ હોય તો પણ માથાનો દુ:ખાવો રહે છે. માનસિક બિમારીઓને લીધે પણ સમસ્યા રહે છે. તેના સિવાય કોઇને પોતાના વ્યક્તિગત બીજા ઘણા કારણોથી આ સમસ્યા સતાવે છે. કોઇ ગંભીર બિમારી હોય કિડનીમાં તકલીફ, કેંસર, હાર્ટ પ્રોબ્લેમ તો પણ માથામાં દુ:ખાવો થાય છે. કયારેક તેની તીવ્રતા એટલી વધારે હોય છે કે દુ:ખાવો અસહ્ય બની જાય છે. વારંવાર ઘણી દવાઓ લેવા છતાંય તેનો કાયમી ઉપાય મળતો નથી.
માથાનો દુ:ખાવો આ સમસ્યા માટેના કારણો વિશે આપણે જાણ્યુ હવે આપણે તેના શક્ય તેટલા ઉપાયો વિશે જાણીશુ.
માથાનો દુખાવો ઉપચાર
ગમે તે બિમારી હોય તેના કારણો જાણ્યા વિના ઉપાય કરવાથી આડઅસર થાય છે અને કયારેક ગંભીરતા વધી જાય છે માટે પહેલા સમસ્યાના મુળ સુધી જવુ ખુબ જ જરૂરી છે. કારણ જાણ્યા વિના ઉપાય કરવાથી ફાયદો થવાને બદલે નુકશાન થાય છે. સૌ પ્રથમ વારંવાર માથાનો દુ:ખાવો તમને વારંવાર સતાવતો હોય તેને પહેલા મેડીકલ ચેક અપ કરાવી લેવુ જેથી કરીને માથાના દુ:ખાવાનુ કારણ જાણી શકાય.
- માથાનો દુખાવો આયુર્વેદિક ઉપચાર
1. જે કારણથી માથાનો દુ:ખાવો સતાવતો હોય તેનો પહેલા ઉપાય કરવો.
2. કફના કારણે માથાનો દુ:ખાવો થતો હોય તો કફ નિવારણ માટે એલોપેથી, આયુર્વેદિક, નેચરલ જે દવા ફાવે તેનો ઉપયોગ કરવો. ઠંડી અને ઠંડા ખોરાકથી દુર રહેવુ. સુર્ય મુદ્રા અને લિંગ મુદ્રાનો નિયમિત અભ્યાસ કરવો. ગરમી થાય તેવી કસરત કરવી જેનાથી આંતરિક શરીર મજબુત રહે.
માથાનો દુખાવો ઘરગથ્થુ ઉપચાર
3. પિત્તના કારણે માથાનો દુ:ખાવો સતાવતો હોય તો ગરમી જન્ય ખોરાકથી દુર રહેવુ. વજન ન વધે તેના માટે સર્તક રહેવુ. વધારે પડતુ વજન પિત્તનો વધારો કરે છે. જ્ઞાન મુદ્રા અને આકાશ મુદ્રાનો નિયમિત અભ્યાસ કરવો. આઇસ્ક્રીમ અને બજા
રુ ઠંડા પીણા તાત્કાલિક રાહત આપે છે પરંતુ લાંબા ગાળે શરીરને ભયાનક નુકશાન પહોંચાડે છે. વરિયાળી, સાકર, જીરુ જેવી દેશી ઠંડક લેવાથી ધીરે ધીરે પિત્ત દુર થાય છે.
માથાનો દુખાવો મટાડવા ઉપયોગી વિડીયો
4. માથાના ઘાના કારણે દુ:ખાવો થતો હોય તો તેનો ઇલાજ કરવો.
5. ટેન્શન અને તાણથી દુર જ રહેવુ હમેંશા હકારાત્મક અભિગમ રાખવાથી મોટા ભાગની બિમારી તો દુર થાય છે અને જીવનની અનેક સમસ્યાઓ આપણાથી દુર રહે છે.
બિમારીથી કોષો દુર રહીએ અને તંદુરસ્તીને જીવન મંત્ર બનાવીએ..
નોંધ :- અમારો આશય માત્ર સારી માહિતી આપવાનો છે, કોઈપણ ઉપચાર કે દવા નિષ્ણાત કે ડોકટર ની સલાહ અને તમારી તાસીર મુજબ કરવી
No comments:
Post a Comment