Search This Website

Tuesday, August 2, 2022

વજન ઘટાડવું હોય તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

આજકાલ દરેક પોતાની હેલ્થને લઈને સાવધ થઈ ગયા છે. દરેકને સ્લિમ દેખાવવું ગમે છે. આ ઉપરાંત શરીર નાજુક હોય તો વધતી વય પણ છુપાય જાય છે. ફિટ એંડ સ્માર્ટ એ આજકાલ દરેકનું સ્વપ્ન છે. તેથી દરેક આ માટે ઉપાયો કરતા રહે છે. પણ કેટલાકને છતા પણ તેમા ફાયદો નથી થતો. જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો છો તેમ છતાં તમારા વજનને કન્ટ્રોલમાં ન લઇ શકતા હોવ તો તેના માટે નીચેના ઉપાયો અજમાવો



કોળાના બીજ 

કોળાના બીજનુ સેવન તમે નાસ્તા તરીકે કરી શકો છો. જેમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આ તમને લાંબા સમય સુધી તૃપ્ત રાખવામાં મદદ કરે છે. કોળાના બીજ પણ જિન્કનો એક સારો સ્ત્રોત છે. આ મેટાબૉલિજ્મમાં ફેરફાર કરવાનુ કામ કરે છે. આ બીજનુ સેવન તમે શેકીને અથવા પલાળીને અન્ય પદ્ધતિથી કરી શકો છો. આ બીજ પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ પ્રકારના આ બીજ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.


અળસી


અળસીના બીજમાં ફાઈબર હોય છે. આ બીજ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ બ્લડ શુગરના લેવલને સંતુલિત કરે છે. જેમાં પ્રોટીન હોય છે. જેમાં વધુ માત્રામાં ડાયટ્રી ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. પ્રેગ્નેન્સી બાદ વારંવાર અળસીના બીજ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ બેલી ફેટને ઘટાડવામાં મદદ કરે છે.

  • વજન ઘટાડવા કસરત
  • વજન ઘટાડવા ઘરગથ્થુ ઉપચાર
  • વજન ઘટાડવા આયુર્વેદિક ઉપચાર

સૂરજમુખીના બીજ


આ બીજ હેલ્ધી ફેટથી ભરપૂર હોય છે. આ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. આ બીજ પ્રોટીન, ફાઈબર અને વિટામિન ઈ, ફોલેટ અને કૉપર જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. વજન ઘટાડનારા ડાયટમાં તમે સૂરજમુખીના બીજનો પણ સમાવેશ કરી શકો છો. આ બીજનુ સેવન તમે સલાડ અને સોડા તરીકે કરી શકો છો.


વજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત

  • જેને ચરબીનું પ્રમાણ વધારે હોય અને ચરબી ઘટાડવી હોય તેણે આ પ્રમાણે પ્રયોગ અન્ય પરેજીની સાથે અને કસરતની સાથે કરી શકાય
  • સાંજે ૨૦ થી ૨૫ ગ્રામ શુદ્ધ મધ સાદા આશરે ૨૦૦ મિલિ.પાણીમાં ( ગરમ પાણીમાં નહિં અને લીંબુ પણ નહિં) મિક્સ કરીને ઢાંકીને મૂકી રાખવું અને સવારે દાતણ કે બ્રશ કરીને નરણાં કોઠે પી જવું. તે જ રીતે સવારે ફરીથી મૂક્વું અને રાત્રે સૂતી વખતે પી જવું
  • બજારમાં મળતાં બ્રાન્ડેડ મધ પણ સિન્થેટિક હોય છે. અને તેથી તેનાથી ધાર્યુ પરિણામ ન આવતાં તે ઉલ્ટાનું વજન વધારી દે છે. શુદ્ધ મધને ગરમ ન કરાય તેથી ગરમ પાણીમાં મધ લેવાની પદ્ધતિ તદ્દન ખોટી છે.
  • મધ ના પાણીમાં લીંબુ નાંખવું એ પણ માન્ય નથી. આમ કરવાથી વજન તો ઘટતું નથી પણ સાંધાનો દુઃખાવો બોનસમાં મળે છે.
  • મધ એ ચરબી કાપવાનું કામ કરવાની સાથે એનર્જી પણ આપે છે જેના કારણે ખોરાકમાં કાપ મૂકવા છતાં પણ અશક્તિ આવતી નથી. (શુદ્ધ મધ અમારે ત્યાં ઉપલ્બ્ધ છે. જે આપ રૂબરૂ આવીને પણ મેળવી શકો છો.
શરીરનું વજન વધવાના કારણો: વધારે પડતા વજનના પરિણામે શરીરમાં વધારે પ્રમાણમાં ચરબી જમા થાય છે. જેની ધીમે ધીમે અયોગ્ય દિનચર્યા,પ્રદુષણ અને અપચાની કારણે આ સમસ્યા સર્જાય છે. વજન બે કારણોથી વધે છે. અસ્વચ્છ ભોજન ખાણીપીણી અને શારીરિક ગતિશીલતામાં ખામી. ભોજનમાં મળતી વણવપરાયેલી અને વણજોઈતી શક્તિ શરીરમાં ચરબીમાં પ્રવર્તિત થાય છે. આ ચરબી એડીપોઝ ટીશ્યુ જમા થઈ શરીરનું વજન વધારે છે. વધારે પડતા જન્ક્ફૂડ, ફાસ્ટફૂડ, ફરસાણ, મીઠાઈઓ, હાઈ- કેલરી ફેસ્ટફૂડ ખાવાથી, બેઠાડું જીવન જીવવાથી.વધારે પડતા ડિપ્રેશનથી ,વધારે પ્રમાણમાં સુતા રહેવાથી, વધારે ખાવાથી અને યોગ્ય કસરત અને પરિશ્રમના અભાવે આ રોગ થાય છે.


લીંબુ અને મધ: એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ, એક ચમચી મધ અને એક ચપટી કાળા મરી મિક્સ કરીને સેવન કરવાથી વજન ઉતારવામાં ફાયદો થાય છે. કાળા મરીમાં પાઈપરીન નામનું તત્વ હોય છે. જે ચરબીની કોશિકાઓને શરીરમાં જમા થવા થતું અટકાવે છે. લીંબુમાં ઉપસ્થિત એસ્કોર્બીક એસિડ શરીરમાં જમા ચરબી અને ફેટને તોડે ચેહ અને શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.




આમળા: આમળામાં ભરપુર માત્રામાં વિટામીન સી હોય છે. જે એક શ્રેષ્ઠ એન્ટી ઓક્સીડેન્ટ છે. જે શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે. જે એક મેટાબોલીઝમ વધારવામાં અને કેલરી ઓગાળવામાં મદદ કરે છે. સાથોસાથ આમળા શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

વધુ માહિતી અહીંથી વાંચો


અજમા: જયારે પણ પેટની સાથે જોડાયેલી રોગોના ઈલાજ માટે અજમાનો ઉપયોગ શ્રેષ્ઠ છે. અજમા શરીરમાં શરીરમાં પાચન ક્રિયાને વધારે છે. જેનો ઉપયોગ વજન ઘટાડવામાં ઉપયોગી છે. અજમાને ખાલીપેટે સવાર સવારમાં પીવાથી શરીરમાં મેટાબોલીજમ તેજ બને છે સાથે તેનાથી ચરબી ઘટાડવામાં મદદ મળે છે. 25 થી 50 ગ્રામ સુધી અજમા અને 1 ગ્લાસ પાણીમાં પલાળીને પીવાથી રાતભર પલાળ્યા બાદ સવારમાં તેમાં મધ નાખીને ખાલી પેટ પીવાથી વજન ઘટે છે. 15 થી 20 સુધી આ ઉપાય કરવાથી વજન ઘટે છે, 40 દિવસ સુધી ઉપાય કરવાથી વજન ઘટી જાય છે.

નોંધ :- અમારો આશય માત્ર સારી માહિતી આપવાનો છે, કોઈપણ ઉપચાર કે દવા નિષ્ણાત કે ડોકટર ની સલાહ અને તમારી તાસીર મુજબ કરવી

No comments:

Post a Comment