Search This Website

Friday, March 8, 2024

RTE Admission 2024: RTE ફોર્મ ભરવાની તારીખો જાહેર, ધોરણ 1 થી 8 ખાનગી શાળા મા Free એડમીશન યોજના

RTE Admission 2024: RTE ACT 2009 અંતર્ગત નબળા અને વંચીત જુથના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમ 25 % જગ્યાઓ પર ફ્રી એડમીશન આપવામા આવે છે. RTE Admission 2024 અન્વયે ફોર્મ ભરવાની જાહેરાત આવી ગયેલ છે. જે મુજબ તા. 14-3-2024 થી 26-3-2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાસે.

RTE Admission 2024
RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ : ૨૦૨૪-૨૫ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત આવી ગયેલ છે.
ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨(૧)ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વિચત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧ જૂન-૨૦૨૪નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.

આવક મર્યાદા
અગ્રતાક્રમ (૮), (૯), (૧૧), (૧૨) અને (૧૩) માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. ૧,૨૦,૦૦૦- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/- ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની ખમતા, આવકનો અતા, વાલીએ પસંદ કરેલ
શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે.

RTE Admision form 2023 Link

RTE Admision official websiteclick here
ફોર્મ ભરવા જરૂરી ડોકયુમેંટ લીસ્ટClick here
ફોર્મ મા અપલોડ કરવાના ડોકયુમેંટ લીસ્ટClick here


પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https:/rte.orpgujarat.com વેબસાઈટ પર તા.૧૪/૦૩/૨૦૨૪, ગુરુવારથી તા.૨૬/૦૩ ૨૦૨૪, મંગળવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા ક્યા આધાર-પુરાવા, કર્યાં અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર-પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ તારીખનો દખલો, રહેઠાણનો પુરાવો, જાનિ કેટેગરીનો દાખલો, તેમજ સ્લમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેવ્ડ ડિકલેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી

No comments:

Post a Comment